ડૉ. જગદીશ ત્રિવેદી એક બહુમુખી પ્રતિભા ધરાવતા વ્યક્તિત્વ છે જેઓ હ્યુમરિસ્ટ, લેખક, કવિ, કલાકાર, ફિલોસોફર અને દાતા તરીકેની ભૂમિકાઓ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા છે. ભારતના ઈતિહાસમાં એવું પ્રથમ વખત બન્યું છે કે કોઈ વ્યક્તિને માત્ર 46 દિવસના સમયગાળામાં મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા બે લબ્ધપ્રતિસ્ઠીત સન્માન અર્પણ કરાયા હોય. તા. 18/05/2024 ના રોજ માનનીય વડાપ્રધાન, ઉપરાષ્ટ્રપતિશ્રી તથા કેન્દ્રિય ગૃહ મંત્રીશ્રીની હાજરીમાં મહામહિમ રાષ્ટ્રપતિશ્રી દ્વારા પદ્મશ્રી અને તા. 06/04/2024 ના રોજ સંગીત નાટક અકાદમી એવાર્ડ દ્વારા જગદીશ ત્રિવેદીને નવાજવામાં આવ્યા.
પરોપકાર પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા 11 કરોડ રૂપિયાની નોંધપાત્ર રકમનું દાન કરવાની તેમની પ્રતિજ્ઞામાં સ્પષ્ટ થાય છે, જેમાં 7 વર્ષમાં 15 કરોડનું યોગદાન આપવામાં આવ્યું છે. મુખ્યત્વે જરૂરિયાતમંદ લોકો માટે શિક્ષણ અને તબીબી સુવિધાઓ ક્ષેત્રે તેઓ પોતાની સંપૂર્ણ કમાણી દાન સ્વરૂપે વહેંચે છે.